આ વાત મધ્ય પ્રદેશની છે અને ગયા વર્ષની છે. પિન્ટુ અને ચિન્ટુ ( નામ બદલ્યા છે) જેમાં એકની ઉંમર 12 અને બીજાની 14 છે. એમના ઘરમાં કોઈ બીમાર છે અને તાત્કાલિક જવાની જરૂર પડે છે આથી એ બંને ભાઈઓ ધૂમ તડકામાં દવા લેવા જાય છે. અને દવા લઈને પરત તો ફરે છે પણ એમની હાલત એકદમ ખરાબ થઈ ગયેલી હતી. એમને કોઈ ખ્યાલ ના આવે એ સ્વાભાવિક છે પણ એમના ઘરના ને પણ ખ્યાલ ન આવ્યો કે આ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર થયા છે એટલે કે એમને લૂ લાગી ગઈ છે ! હિટ સ્ટ્રોક એટલો જોરદાર હતો કે એ લોકો બાળકોને સારવાર કરાવે એ પહેલા જ તેઓ ગુજરી ગયા ,હા એ લોકો ના મોત થઈ ગયા! આ દુઃખદ ઘટના કોઈ ગણ્યો ગાંઠિયો બનાવ નથી પણ ગયા વર્ષે ઘણા લોકો હેટ વેવના શિકાર બનેલા અને મોતને ભેટેલા હતા. આની પાછળનું મુખ્ય કારણ હીટ વેવને અવગણવાનું જ છે. લોકો વાવાઝોડાના સમયે બહાર નથી નીકળતા કે કોઈને નીકળવા નથી દેતા પણ હીટ વેવને એટલું મહત્વ નથી આપતા ! હકીકત એ છે કે હકીકત એ છે કે હીટ વેવ એક ભયંકર વાવાઝોડા જેવું જ હોય છે અને જેમ વાવાઝોડાની આગાહી થાય તેમ હીટ વેવ ની પણ આગાઈ થાય છે. તો મુખ્ય મુદ્દો એ છે કે હીટ વેવ ની આગાહીને ગંભીરતાથી લઈ...